ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રવેશ કર્યા બાદ એક જ વર્ષમાં મોહભંગ થતાં રાજીનામું આપી દીધું છે. હવે મહેશ વસાવાને ભાજપમાં સન્માન ન જળવાતું હોવાની લાગણી થતાં તેમણે ભાજપનું સભ્યપદ ત્યાગી દીધું છે. 11 માર્ચ 2024ના રોજ ભાજપના અધ્યક્ષના હાથે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.